સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસે આગળ જતા ટ્રેઇલર સાથે રીક્ષા અથડાતાં એકને ઈજા


SHARE





મોરબીની અણીયારી ચોકડી પાસે આગળ જતા ટ્રેઇલર સાથે રીક્ષા અથડાતાં એકને ઈજા

મોરબીના અણીયારી ટોલનાકા પાસે માળીયા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આગળ જતા ટ્રેઇલરની પાછળ ઓટો રીક્ષા અથડાતા હળવદના એક યુવાનને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર અણીયારી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક તા.૧૭ ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં આગળ જતા ટ્રેઇલરની પાછળ ઓટો રીક્ષા અથડાવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા બુટાભાઈ રણછોડભાઈ મુંધવા નામના ૩૨ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તેને માથાના ભાગે તેમજ બંને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને અહીં સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામે જીઇબીના સ્ટોર પાસે પગપાળા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટ લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતો મનુભાઈ આતાભાઈ ગળચર નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબી તાલુકાના લાલપર ગામે જીઇબીના સ્ટોરના પાસેથી પગપાળા જતો હતો ત્યારે ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૫૭૮ ના ચાલેકે તેને હડફેટ લેતા ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News