મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

ચુંટણી ઇફેકટ : મોરબી રવિરાજ ચોકડી પાસેથી દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કાર્ટીઝ સાથે એક પકડાયો


SHARE











ચુંટણી ઇફેકટ : મોરબી રવિરાજ ચોકડી પાસેથી દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કાર્ટીઝ સાથે એક પકડાયો

મોરબી એસઓજીના સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ રવીરાજ ચોકડી પાસેથી નીકળેલ શંકાસ્પદ ઈસમને અટકાવીને તેની અંગ જડતી લેતા તેની પાસેથી હાથ બનાવટનો એક દેશી તમંચો તેમજ જીવતા કાર્ટીઝ નંગ બે મળી આવ્યા હતા જેથી હાલમાં હથિયાર અને કાર્ટીઝ સાથે એક ઇશમની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ અંગે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી એસઓજીના પીઆઇ પંડયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, વાઘજીભાઈ સોલંકી, મુકેશ જોગરાજીયા, આસિફ રાઉમા, શેખાભાઈ મોરી સહિતનો સ્ટાફ શહેર વિસ્તારમાં રાઉન્ડમાં હતો તે દરમ્યાનમાં સ્ટાફને મળેલ બાતમીને આધારે એસઓજીના સ્ટાફે મોરબીની રવિરાજ ચોકડી પાસે ઓવરબ્રીજ નીચે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબના નીકળેલ ઈસમને અટકાવી તેની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો કિંમત રૂા.૫૦૦૦ તથા બે જીવતા કાર્ટિઝ જેની દરેકની કિંમત રૂા.૨૦૦ કુલ રૂા.૪૦૦ એમ કુલ મળીને રૂા.૫૪૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી તૌફીક કરીમભાઇ ખોખર જાતે પીંજારા (ઉમર ૨૮) મૂળ રહે. ખેવાળીયા તા.મોરબી હાલ રહે. જુના બસ સ્ટેન્ડ મચ્છીપીઠ નજીક ઘાંચીશેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે.અત્રે નોંધનીય છેકે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે છેલ્લા બે દિવસોમાં જ જુદાજુદા ત્રણ વિસ્તારોમાંથી પીપરમેન્ટની જેમ હથિયાર સાથે રાખીને ફરતા ઇસમોને પોલીસે દબોચ્યા છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબીમાં ગેરકાયદેસર હથીયાર બાબતે સઘન કોમ્બિંગ ગોઠવવું જોઈએ અને જીવલેણ હથિયારો સાથે લઇને ફરતા ઇસમોને સામે કાર્યવાહી કરવી જરૂરી છે.

વાહ અકસ્માતમાં આવી જા મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ ઉપરની ભુવનેશ્વરી પાર્ક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કાળુભાઈ ધરોડીયા નામનો યુવાન મોરબીના સામા કાંઠે આવેલો ઉમા કામસિદ્ધ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સાથે કોઈ પશુ અથડાતા ઇજાગરાત હાલતમાં તેને સારવારમાં ખસેડાવ્યો હતો જ્યારે મોરબીના ભાવ પર ગામના રહેવાથી ધીરુભાઈ નરસિંહભાઈ કોળી નામનો 35 વર્ષે યુવાન વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીકથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં બનાવમાં બીજાઓ પહોંચતા 108 વડે સારવાર માટે અત્રેનીલે ખસેડવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એસટી બસના ચાલકને મુસાફર સાથે બોલાચાલી થઈ હતી અને તેમાં મારામારીનો બનાવ બન્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે.વધુમાં પોલીસસુત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા મનોજભાઈ પરસોતમભાઈ વાઢીયા નામના ૩૭ વર્ષીય બસ ડ્રાઇવરને મોરબીના ગાળા ગામ નજીક બસના મુસાફર સાથે ઝઘડો થયા બાદ મારામારીમાં ઇજા પહોંચી હતી એસટી બસને ચાલુ કરવા માટે બેલ વગાડવા મુદ્દે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ઝપાઝપી દરમિયાન હોઠના ભાગે ઇજાઓ થતા તેને સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળે છે.






Latest News