મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 


SHARE







ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન 

અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વથી રાષ્ટ્રના કોળી સમાજને નવી દિશા મળી હોવાનું અને સમગ્ર દેશનો કોળી સમાજ ગૌરવ અનુભવી રહ્યો હોવાનું વાંકાનેરના મહિલા આગેવાન જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું અને તાજેતરમાં જે અધિવેશન મળ્યું હતું તેમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા નવી દિલ્હી ખાતે યોજાયું હતું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સમાજના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન સમાજના ઉત્થાન, સંગઠનની મજબૂતી, શિક્ષણ, યુવા સશક્તિકરણ અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયું છે. આ અધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવોના વિચારો અને માર્ગદર્શનથી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી ઊર્જા અને સકારાત્મક સંદેશ પ્રાપ્ત થયો છે. એકતાબદ્ધ સમાજ જ પ્રગતિનો સાચો આધાર છે. સામાજિક એકતા, શિક્ષણ અને સંગઠનાત્મક શક્તિના માધ્યમથી આપણે એક સશક્ત, સમરસ અને વિકસિત સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ તેમ અંતમાં અખિલ ભારતીય કોળી સમાજ રજી. ન્યૂ દિલ્હીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું.






Latest News