અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ


SHARE





મોરબીના કંડલા બાયપાસ નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીની સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવ સંદર્ભે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપરના રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં સગીરને તારા ભાઈ અને પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરા ડરી ગઈ હતી બાદમાં આ અંગે પરિવારજનોને સમગ્ર હકીકતની જાણ થતા તેમના પગ હેઠળથી જમીન નીકળી ગઈ હતી અને બાદમાં ભોગ બનેલ પરીવારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નરસી નથુભાઇ સોલંકી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬ (દુષ્કર્મ) હેઠળ ગુનો નોંધ્યો છે.જેની તપાસ પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.

અકસ્માત ગુનામાં ધરપકડ

મોરબીના દરબારગઢ પાસે થોડા દિવસો પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સ્કૂલ બસના ડ્રાઇવર દ્વારા એક મહિલા અને તેના ત્રણ સંતાનોને હડફેટ લેવામાં આવ્યા હતા જેથી કરીને ચારેયને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમિયાન નૈકી નામની ૧૧ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું જે અંગે ફરિયાદ નોંધાવા પામી હતી અને તેની તપાસ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પીએસઆઇ કે.એચ.ભોચીયા દ્વારા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી એક જ પરિવારના ચાર સભ્યોને હડફેટ લઇ બાળકીનું મોત નિપજાવનાર બસના ચાલક ભરત નાનજી પઢિયાર જાતે રજપૂત (ઉમર ૫૬) ધંધો ડ્રાઇવિંગ રહે. ખત્રીવાડ વઢવાણિયા શેરી દરબારગઢ પાસે મોરબી વાળાની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News