મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો


SHARE









મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિકાસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવા આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હતી જેથી કરીને મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારને મોરબી નગરપાલિકાનો ચાર્જ સોપવામાં આવ્યો છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે

મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને મેનેજમેન્ટ માટે થઈને કરાર કરીને પાલિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો જોકે પાલિકામાં છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર પછી જનરલ બોર્ડમાં તેની મંજૂરી લેવામાં આવી નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક અનેક પ્રશ્નો પાલિકા સામે પણ ઊભા થઈ રહ્યા છે તેવા સમયે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેને હેડ કવાર્ટરમાં મૂકી દેવામાં આવેલ છે અને બીજો કોઈ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી તેને હેડ કવાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે તેવી જાણવા મળ્યું છે

ગત રવિવારે સાંજના સાડા છ વાગ્યાની અરસામાં મોરબીના ઝુલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક ધડાકા ભેર જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને પુલ ઉપર ફરવા માટે આવેલા લોકોમાંથી ઘણા લોકો મચ્છુ નદીના પટમાં અને મચ્છુ નદીની પાણીની અંદર પડ્યા હતા અને તેમાંથી કુલ મળીને ૧૩૫ લોકોના અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ બીજા કોઈ ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ નથી જો કે, મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને આપવામાં આવેલ છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે




Latest News