મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઈક બોલેરો અકસ્માતમાં ઘવાયેલ બેને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના લાલપર પાસે બાઈક બોલેરો અકસ્માતમાં ઘવાયેલ બેને સારવારમાં ખસેડાયા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે સીરામીક સિટીમાં રહેતા બે યુવાનો બાઇકમાં જતા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર બોલેરો સાથે અકસ્માત થતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા.

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે સિરામિક સિટીમાં રહેતા માનવ મનસુખભાઈ ભીમાણી અને જયદીપ અરવિંદભાઈ ધમસાણીયા નામના બે યુવાનો બાઇક લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક બોલેરો સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં બંનેને ઈજા થતાં બંનેને સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લાલપર ગામે અપ્પુ ટાંકીની બાજુમાં રહેતા કનુભાઈ ભુરીયા (૨૭) અને પ્રકાશભાઈ ભુરીયા (૨૨) નામના બે યુવાનોને મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સેફાયર સિરામિક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા બંન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા જયેશ જગદીશભાઈ પરમાર નામના ૨૬ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગર પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.

એક બોટલ દારૂ

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે ફારુકભાઈ તૈયબભાઈ ચાનીયા જાતે સંધિ મુસ્લિમ (૩૭) રહે. કબીર ટેકરી શેરી નં-૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બ્રીજરાજસિંહ ઉર્ફે સુરજ કૃષ્ણસિંહ ઝાલા રહે. દાઉદી પ્લોટ શેરી નં-૨ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે ૩૮  ડબલ્યુ ૩૨૭૫ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૪૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧૦૪૦૦૦ રૂપિયાનો મુદ્દામાં જ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને હાલમાં પોલીસે દારૂના જથ્થા સાથે ઇરફાન ગુલામહુસેન જામ જાતે મિયાણા (૨૦) રહે. વેજીટેબલ રોડ ઉમા ટાઉનશીપ મોરબી તેમજ સાગર ઉર્ફે ડોક્ટર રાજેશભાઈ કુકાવા જાતે કોળી (૨૫) રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News