ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સફાઈ માટેના ગ્રામ પંચાયતોને ૬ ટ્રેકટર-ટ્રોલી તથા એક જેટિંગ મશીન મંત્રીએ અર્પણ કર્યા


SHARE







મોરબી જીલ્લામાં સફાઈ માટેના ગ્રામ પંચાયતોને ૬ ટ્રેકટર-ટ્રોલી તથા એક જેટિંગ મશીન મંત્રીએ અર્પણ કર્યા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬ ટ્રેક્ટર તેમજ ટ્રોલી, ૧ જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત  કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીમાં દરેક ક્ષેત્રમાં નવા પ્રકલ્પો થકી વિકાસના માર્ગે મોરબી ગુજરાત સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા આ ટ્રેક્ટરનો સદુપયોગ થાય, ગામની સ્વચ્છતામાં આ ટ્રેક્ટરનો સારો એવો ઉપયોગ કરીને ગામની સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી સરપંચઓને અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે ડીડીઓ પરાગ ભગદેવ સહિતના અધિકારીઓએ તેમજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગિયા, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઇ પારેઘી, નથુભાઈ કડીવાર, વાઘજીભાઈ ડાંગરોચા, યુસુફભાઇ શેરસિયા, કિશોરભાઇ ચિખલીયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના હાજર રહ્યા હતા




Latest News