મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગાર કચેરી દ્વારા સંરક્ષણદળોમાં જોડાવા માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન 


SHARE







મોરબીમાં રોજગાર કચેરી દ્વારા સંરક્ષણદળોમાં જોડાવા માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન 

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો-આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો-વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો ભરતી રેલીમાં સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી ઓગસ્ટ-સપ્ટે ૨૦૨૨ માસમાં મોરબી ખાતે કરવામાં આવનાર  છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પૂર્ણ સમયની તાલીમ  નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે. તેમજ તાલીમ લેવા બદલ ઉમેદવારોને નિયમોનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી ધો-૧૦ પાસની લાયકાત ધરાવતા અને  ૧૭ વર્ષ ૬ માસથી ૨૨ ઉંમર ધરાવતા ઉમેદવારો (અપંગો અને બહેનો સિવાય) પ્રવેશ મેળવી શકશે. તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક લાયક ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્ક એકાઉન્ટની વિગત, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૨૧૫, સો-ઓરડી  વિસ્તાર, મોરબી ખાતે તા.૧૨/૦૮/૨૦૨૨ સુધીમાં રૂબરૂ ઉપસ્થિત રહી અરજી કરવા જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.




Latest News