ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાપિતાના ઝઘડાથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ બાળાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબીમાં માતાપિતાના ઝઘડાથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ બાળાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીના સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા નાગડાવાસમાં રહેતા પરપ્રાંતિય ખેત મજૂરની ૧૬ વર્ષની બાળાનું પરિવાર સાથે મિલાપ કરવામાં આવ્યું હતું. ગત ૨૧ જુલાઈએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૧૬ વર્ષની આ બાળાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી જેનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તે બાળક મૂળ મધ્યપ્રદેશની છે અને હાલ નાગડાવાસમાં ખેત મજૂરી કરતા તેના માતા-પિતા સાથે રહે છે માતા-પિતાનો ઝઘડો થતા તે કંટાળીને ઘરેથી કહ્યા વિના નીકળી ગઈ હતી.

૧૮૧ અભયમ હેલ્પલાઇનને આ બાળા મળતા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તે પરથી તેમને જાણવા મળ્યું કે, આ બાળાના માતા પિતા નાગડાવાસમાં ખેત મજૂરી કરે છે. સ્ટાફ દ્વારા ત્યાંના સ્થાનિક સરપંચશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બાળા તેના માતા-પિતા પાસે જવા સહમત ન હતી પરંતુ તેને મધ્યપ્રદેશમાં રહેતા તેના દાદાજી પાસે જ જવું હતું. જેથી ૧૮૧ અભયમ ટીમ અને સ્ટોપ સેન્ટર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરીને તેમજ બાળાના મામા તેમજ પિતાના સંપર્ક થકી દાદાજીનો સંપર્ક સાધી મધ્યપ્રદેશથી તેમને બોલાવવામાં આવ્યા હતા. અને ૨૬ જુલાઈના રોજ બાળાને હેમખેમ દાદાજીને સોંપી સખીવન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલાપ કરાવ્યું હતું. બાળાના દાદાજીએ સખીવન સ્ટોપ સેન્ટર મોરબીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો




Latest News