મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં કારખાનેદાર પાસેથી માલ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવીને છેતરપિંડી


SHARE







ટંકારામાં કારખાનેદાર પાસેથી માલ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવીને છેતરપિંડી

ટંકારાના અમરપર રોડ ઉપર આવેલ કારખાનાના માલિકે પી.વી.સી. રેજીનના મટીરીયલ્સ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરાવ્યુ હતું ત્યાર બાદ આરોપીઓએ માલ નહીં મોકલાવતા ભોગ બનેલા યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજા (૩૯)એ હાલમાં બીશનકુમાર ભોલુભાઈ ચંદેર અને રાકેશકુમાર તથા તપાસમા જેના નામ સામે આવે તે તમામ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનું ટંકારા અમરાપર રોડ સુર્યજીત ઇંન્ડીયા વિનાયલ એલ.એલ.પી. નામનું કારખાનું આવેલ છે અને બંને આરોપીઓએ તેને મોબાઈલ નં ૮૪૦૧૦૩૦૮૭૮ તથા ૯૯૦૪૬૧૫૮૩૪ ઉપર ધંધા માટે વાત કરી હતી અને બન્ને આરોપીઓએ ફરીયાદીનો વિશ્વાસ કેળવી તેને પી.વી.સી. રેજીનના મટીરીયલ્સ માટે ૧૭ લાખનુ ઓનલાઈન એડવાન્સ પેમેટ કરવા માટે કહ્યું હતું અને ફરિયાદી યુવાને માલ માટે ગત તા. ૧૨/૦૪/૨૦૨૨ ના રોજ પેમેન્ટ કરી આપ્યું હતું તો પણ આરોપીઓએ પીવીસી રેજીન મટીરીયલ્સ નહી પહોચાડી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે અને હજુ સુધી પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલાવ્યું નથી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદીએ જાતે આઇઓનેક્સ પ્લાસ્ટના જવાબદાર વ્યકતી આરોપી બીશનકુમાર ભોલુભાઈ ચંદેર તથા તેની કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ રાકેશકુમાર સાથે પીવીસી રેજીન મટીરીયલ્સ માટે પુછપરછ કરી હતી અને તેઓએ ફરિયાદીને પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલવાનો વિશ્વાસ આપ્યો હતો જેથી તેને રોકડા રૂપિયા ઓનલાઈનથી મોકલાવ્યા હતા અને બાદમાં આરોપીએ માલ નહિ મોકલાવતા ફરિયાદીએ તેના પાર્ટનરો સાથે ચર્ચા કરીને ટંકારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે






Latest News