હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

નવલખી પોર્ટે જયદીપ કંપનીના કોલસામાંથી ખોટા ટોકન અને આઉટ ગેટ પાસ આધારે ૩.૩૨ લાખની છેતરપિંડી


SHARE











નવલખી પોર્ટે જયદીપ કંપનીના કોલસામાંથી ખોટા ટોકન અને આઉટ ગેટ પાસ આધારે ૩.૩૨ લાખની છેતરપિંડી

નવલખી પોર્ટ ઉપર જયદીપ એસોસીએટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીનો કોલસનો જથ્થો પડ્યો હતો જેમાંથી બીજા ટ્રકના ટોકન, લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસ આધારે કોલસાનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને ૪૧.૬૦૦ ટન કોલસો જેની કિંમત ૩,૩૨,૦૦૦ થાય છે તેની છેતરપિંડી કરી હતી જેથી કરીને કંપનીના સુપર વાઇઝર દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે છેતરપિંડી સહિતની કલામ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ ઉપર જયદીપ એસોસીએટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમા સુપર વાઇઝર તરીકે નોકરી કરતાં અને વવાણિયા ગામે ભરવાડ વાસમાં રહેતા સંજયભાઇ કરમશીભાઇ ખીંટ જાતે ભરવાડ (૩૩)એ હાલમાં ટ્રકનં જીજે ૧૨ એઝેડ ૮૦૮૮ ના ડ્રાઇવર હરેશભાઇ ભરતભાઇ કોળી રહે. મોટા દહીસરા હાલ રહે. મોરબી, જીતેન્દ્રાભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે. વવાણીયા, ચીરાગભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે.વવાણીયા તથા કાનાભાઇ ગોવીંદભાઇ આહીર રહે. મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૧૬/૭/૨૦૨૨ ના રાતના સાડા નવ વાગ્યાના અરસામાં આરોપીઓ ટ્રક નં- જીજે ૩ બીટી ૮૯૦૩ વાળીનુ ટોકન, લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસ હોવાનુ જાણતા હતા તો પણ ટ્રક નં- જીજે ૧૨ એઝેડ ૮૦૮૮ વાળીમા કોલસો ભરી લઇ જતાં હતા અને અગાઉથી ગુનાહીત કાવતરુ રચવામાં આવ્યું હતું અને ટોકન, લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસનો પોતાના ટ્રક માટે ખોટા  હોવાનુ જાણતા હોવા છતા ૪૧.૬૦૦ ટન કોલસો જેની કિંમત ૩,૩૨,૦૦૦ નો છળ કપટ પુર્વક મેળવી ટોકન, લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૭૧, ૪૨૦, ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News