મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન


SHARE







મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્કમાં ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ: સરપંચનું ઉદ્ધત વર્તન

મોરબીના નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર દુર્ગંધ મારે છે. અને ગટર ચોકઅપ થઈ ગયેલ છે જેથી કરીને સોસાયટીમાં રહેતા લોકોને બહાર નીકળવું તો દૂરની વાત છે પરંતુ તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને બાળકો, વૃદ્ધો, મહિલાઓને રોગ થવાનો ભય છે. તો પણ ગટરના ગંદાનો યોગે નિકાલ કરવા માટે કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે ત્યારે નાની વાવડી ગામના સરપંચ અને સભ્યોને જાણ કરવામાં આવતા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે ઉધતાઈ ભર્યું વર્તન કરીને આ વિસ્તાર અમારામાં આવતો નથી, તમારે જવું હોય ત્યાં જાવ એવું કહી દીધું હતું જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે અને જો પંચાયતમાં આવિસ્તાર ન આવતો હોય તો કોનામાં આવે છે તે  સૌથી મોટો સવાલ છે અને જેનામાં આ વિસ્તાર આવતો હોય તેના દ્વારા ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ છે






Latest News