હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ  યોજાશે 


SHARE











મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ  યોજાશે 

મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન આવતી કાલ  તા. ૨ ને શનિવારે કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની સાથે સમાજના મેડિકલ ક્ષેત્રના કોરોના વોરિયર્સ નું પણ સન્માન  તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે 

મોરબીમાં છેલ્લા ૧૦ થી વધુ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતુ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આવતી કાલે તા. ૨ ને શનિવારે સાંજે ૭:૩૦ કલાકે ભાવની પાર્ટી પ્લોટ, રચના સોસાયટી પાછળ શોભેશ્વર રોડ મોરબી ખાતે "વંદન, અભિનંદન - કોરોના વોરિયર્સ" , નામનો વિદ્યાર્થી  સન્માન સમારોહ -૨૦૨૨ યોજાશે  જેમાં સમાજના ધો. ૧ થી કોલેજ સુધીના ૮૦ થી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ તેમજ રોપા આપી સન્માનિત કરવામાં આવશે  તેમજ કોરોના કાળમાં પોતાના જીવની પણ પરવાહ કર્યા  વગર સેવા કરનાર સમાજના મેડિકલ ક્ષેત્રના ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કોરોના  વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લોક ગીત, નાટક સહિતના  જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

આ ઉપરાંત  અત્યારે વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોથી બચવા  અંગેનું પણ  મોરબી પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે   કાર્યક્રમમાં મોરબી થાન વાંકાનેર રાજકોટ સહિતના ગામોથી  સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળામાં અષાઢી બીજના રોજ સવારે આઠથી ૯:૩૦ સુધી મંદિર પરિષદમાં રામલા ની રથયાત્રા ફરશે તથા ૯:૩૦ થી ૧૧ વાગ્યા સુધી આનંદના ગરબાનો કાર્યક્રમ હોય તથા ૧૧:૩૦ મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે તેમાં મોરબીની ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા ઉમિયા આશ્રમના ટ્રસ્ટીઓ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.






Latest News