હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે: બ્રિજેશભાઈ મેરજા


SHARE











મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે: બ્રિજેશભાઈ મેરજા

ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવવા અપીલ કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયા: એમ.એસ.એમ.ઈ. આત્મનિર્ભર થશે તો ભારત આત્મનિર્ભર બનશે

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક્સપોર્ટ મીટ-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમ.એસ.એમ.ઈ. માટે કેન્દ્ર સરકારે ૬૦૦૦ હાજર કરોડના ખર્ચે શરૂ કરેલી યોજનાની વાત કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ. આત્મનિર્ભર થશે તો મોરબી સિરામીક ઉદ્યોગ આત્મનિર્ભર થશે જેથી મોરબી, ગુજરાત અને ભારત આત્મનિર્ભર બનશે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે.

એક્સપોર્ટ પોલિસીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન ની ભુમિકા પર ચર્ચા અન્વયે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકના હાર્ડ સમા મોરબી-જેતપર-અણીયારી રસ્તાનું ટુંક સમયમાં ભુમી પૂજન કરાશે. બજેટમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ગુજરાતના ૫૦૦ થી વધુ આઈ.ટી.આઈ.માં ૨૪ પ્રકારના ડ્રોન ટેકનોલોજીના કોર્સ ૧લી ઓગસ્ટથી શરૂ કરાશે. તથા બજેટમાં મોરબીના શ્રમિકોની આવાસ સુવિધા માટે શ્રમનિકેતન (લેબર હોસ્ટેલ) પણ મંજૂર કરાવી છે.

આ પ્રસંગે રાજકોટ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા અપીલ કરી ક્વૉલિટી ઉત્પાદન પ્રક્રિયા પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના જનરલ ડાયરેક્ટર ડૉ. અજય સહાય, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વાઈસ પ્રેસિડન્ટ ખલીદ ખાન, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક ચેરમેન નંદકિશોર કાગ્લીવાલ (વડોદરા), મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ વિશ્વનાથ શ્રીવાસ્તવ, જે.એમ. બિશ્નોઈ, કે.વી. મોરી, વિકાસ પ્રસાદ તેમજ ઔદ્યોગીક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા






Latest News