મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું


SHARE











મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કમાં રહેતા યુવાને ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરત ન આપી શકતા પૈસા આપનાર શખ્સે અવારનવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના ઘરે આવીને યુવાન હાજર ન હોય તેની પત્ની અને માતાને ગાળો આપીને પૈસા આપી દેજો નહિતર મકાન ખાલી કરાવી દઈશ અને લાખાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી મનોમન લાગી આવતા યુવાને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં યુવાને મોરબી આ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા લાખાભાઈ ખીમાભાઈ કુંભરવાડિયા જાતે બોરીચા (૩૭)એ કાનાભાઈ મોહનભાઈ ગોગરા રહે. શનાળા વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દોઢ-બે વર્ષ પહેલાં તેમણે કાનાભાઇ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને હાલમાં તે પરત આપી શકે તેમ નથી જેથી રૂપિયા પરત આપેલ ન હોય અવારનવાર કાનાભાઈ દ્વારા લાખાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને આઠ દિવસ પહેલા કાનાભાઈ લાખાભાઈના ઘરે ગયા હતા ત્યારે લાખાભાઈ હાજર ન હોય તેના પત્ની અને માતાની હાજરીમાં ગાળો બોલીને રૂપિયા આપી દેજો નહિતર મકાન ખાલી કરાવી દઈશ અને લાખાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી કરીને લાખાભાઈને મનોમનમાં લાગી આવતાં તેને ફિનાઇલ લેતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ લાખાભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ ગોગરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આઇપીસી કલમ ૫૦૪  અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News