મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા ગામે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને મારમાર્યો


SHARE







વાંકાનેરના જેતપરડા ગામે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાનને મારમાર્યો

વાંકાનેરના જેતપરડા ગામે રહેતા યુવાનની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને એક શખ્સ દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે અને ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેથી યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જેતપરડા ગામે રહેતા અને ખેતીનું કામ કરતાં ઇલ્મુદીનભાઇ અબ્દુલભાઇ શેરસીયા જાતે મોમીન (૩૫)એ હાલમાં ભુપતભાઈ શામજીભાઈ નંદાસણીયા રહે જેતપરડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જેતપરડા ગામે જાલી રોડ ઉપર પાણીના સંપ પાસે તેઓ હતા ત્યારે તેઓની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને ભુપતભાઈ દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે અને ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેથી ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે ભુપતભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ ગાળો આપીને યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અક્સમાતમાં ઇજા

મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ જી.આઇ.ડી.સી.ના ગેટ પાસે અકસ્માતના બનાવમાં કેતનભાઇ સુરેશભાઇ પ્રજાપતિ (ઉંમર ૨૦) રહે. થાન વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News