મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૫૦ પેટ્રોલ પંપ ધારકો ૩૧ મીએ પેટ્રોલિયમ કંપની પાસેથી નહીં કરે પેટ્રોલ-ડિઝલની ખરીદી


SHARE







મોરબી જિલ્લાના ૧૫૦ પેટ્રોલ પંપ ધારકો ૩૧ મીએ પેટ્રોલિયમ કંપની પાસેથી નહીં કરે પેટ્રોલ-ડિઝલની ખરીદી

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપ ધારકો દ્વારા માર્જિન વધારો કરવામાં આવે તે સહિતની જુદી જુદી માગણીઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસે કરવામાં આવી રહી છે જોકે તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી કરીને આગામી તા ૩૧ મે ના રોજ ભારતના ૧૬ રાજ્યની અંદર નો પર્ચેસ નું આયોજન કરવામાં આવ્યું છે અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પણ તેમાં જોડાવાનું છે અને ૩૧મી તારીખે ગુજરાતના પેટ્રોલ પંપ ધારકો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં અને મોરબી જિલ્લાના ૧૫૦ જેટલા પેટ્રોલ પંપ ધારકો પણ તેમાં જોડાવાના છે જો કે, ગ્રાહકો હેરાન ન થાય તે માટે થઈને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળે છે

 

દેશમાં પેટ્રોલ પંપ ડીલરો દ્વારા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનું વેચાણ કરવામાં આવે છે તેના બદલામાં તેઓને મળતા માર્જિનમાં ઘટાડો થયો હોવાથી તેમને પૂરતુ વળતર મળતું ન હોવાથી માર્જિન વધારવામાં આવે તેવી માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જોકે, તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ભારત દેશના ૧૬ રાજયોમાં આગામી તા.૩૧ ના રોજ નો પર્ચેસ નું નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પણ જોડાવાનું હોય ગુજરાતની અંદર આગામી તા. ૩૧ ના રોજ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં જો કે, પેટ્રોલ અને ડિઝલના વાહનો વાપરતાં ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે નહીં તે માટે થઈને પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની મુખ્ય બે માંગણી છે જેમાં ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવે તેમજ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે ત્યારે અઠવાડિયાના અંતમાં અને તહેવારના સમયમાં તેનો ઘટાડો ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે






Latest News