મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબી જિલ્લામાં BPCLના ૪૫ પેટ્રોલ પંપ ધારકોને ઓર્ડર મુજબ માલ ન મળતા પુરવઠા મંત્રીને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં બીપીસીએલ કંપનીના ૪૫ જેટલા પેટ્રોલ પંપ આવેલા છે અને પેટ્રોલ પંપ ધારકો દ્વારા જ્યારે માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે ઓર્ડર મુજબ માલ આપવામાં આવતો નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પોતાના પેટ્રોલ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે પેટ્રોલ પંપ ધારકો દ્વારા ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મુદ્દે આગામી દિવસોમાં અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવે તો પણ નવાઇ નથી

મોરબી જિલ્લામાં બીપીસીએલના ૪૫ જેટલા પેટ્રોલ પમ્પ આવેલા છે અને આ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પોતાના ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પૂરું પાડી શકાય તે માટે બીપીસીએલ કંપનીમાં ઓર્ડર નોંધાવવામાં આવતા હોય છે પરંતુ ઓર્ડર નોંધવામાં આવે તે મુજબ પેટ્રોલ પંપ ધારકોને પેટ્રોલ અને ડીઝલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને પેટ્રોલ પંપ ધારકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગ્રાહકોને સમયસર પેટ્રોલ-ડીઝલ પહોંચી શકાતું નથી જેથી કરીને મોરબીના બીપીસીએલ પેટ્રોલ પંપ ધારકો રાજ્યના પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલને આ મુદ્દે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને અત્યારે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જે મુજબ બીપીસીએલ કંપનીમાં માલ લેવા માટે થઈને ઓર્ડર આપવામાં આવે છે તે મુજબ તેઓને માલની સપ્લાય કરવામાં આવતી નથી જેથી કરીને ગ્રાહકો અને પેટ્રોલ ધારકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવે તો નવાઈ નથી






Latest News