વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?


SHARE











મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?

મોરબી અને માળીયા તાલુકાનાં બાવન ગામને સિચાઈનું પાણી મળી રહ્યું નથી તેની અનેક વખત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે વવાણિયા ગામે મુખ્યમંત્રી આવી રહ્યા છે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને વધુ એક રજૂઆત કરીને બાવન ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે ખેડૂતોના હિતની આ જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૧૭ ના રોજ માળિયા તાલુકાના વવાણીયા ગામે ધાર્મિક કાર્યક્ર્મમાં આપ આવી રહ્યા છો ત્યારે મોરબી અને માળિયાના બાવન ગામોને સિચાઈ માટેનું પાણી મળી રહયું નથી અને આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે જો કે, હજુ સુધી ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે આ ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૦ ની પેટા ચુંટણી સમયે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સરકાર જલ્દી યોગ્ય કરશે તેવી જાહેરાત કરી હતી જો કે, પેટા ચુંટણીમાં વિજય બનીને બ્રિજેશ મેરજા સરકારના મંત્રી બની ગયા છે જો કે, હજુ સુધી ખેડૂતોનો પ્રશ્ન ઊભો જ છે ત્યારે જો ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો આગામી ચુંટણીમાં આ મુદે લોકોની સાથે રહીને વિરોધ કરવામાં આવશે






Latest News