હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની તિથીએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની તિથીએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના મહેન્દ્ર ગામના માજી સરપંચ અને લડાયક નેતા એવા સ્વ. અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક સ્મરણાંજલિના દિવસે આજે તા.૩/૫ ને મંગળવારના રોજ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં રાત્રે ૮ કલાકે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામ દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તેમજ અન્ય સંતો મહંતો હાજર રહેશે તે ઉપરાંત આ કાર્યક્રમમાં લોકપ્રિય ભજનિક શૈલેષભાઈ મહારાજ અને યુવા સાહિત્ય કલાકાર રવિન્દ્ર સોલંકી દ્વારા પોતાની કલા કૃતિઓને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે આ સત્સંગ સંધ્યામાં લોકોને હાજર રહેવા માટે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામના લોકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને આજે સવારે સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો સહિત ઘણા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ છે અને આ રક્તની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવશે તેવું કેતનભાઈ અશ્વિનભાઈ બોપલિયા અને વિશાલભાઈ અશ્વિનભાઈ બોપલિયાએ જણાવ્યુ છે






Latest News