હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં વધુ બે બસ ખાબકી: જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર


SHARE











મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં વધુ બે બસ ખાબકી: જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર

મોરબીના નવા બસ સ્ટેશન પાસે ગટર ઊભરાવવાની સમસ્યા તેમજ ખુલ્લી ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે તેમ છતાં પણ તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી જેથી કરીને અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલા એકટીવા, રિક્ષા અને એસટી ની બસ ઘૂસી હતી તેમ છતાં પણ ત્યાં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં વારંવાર અકસ્માત ઠાવની સમસ્યા યથાવત જ છે તેવામાં રવિવારે બપોરના સમયે એસટીની એક બસનું પાછળનું ટાયર આ ખૂલી ગટરમાં ઘૂસી ગયું હતું અને ત્યાર બાદ વોલ્વો બસનું પાછળનું ટાયર આ ખૂલી ગટરમાં ઘૂસી ગયું હતું જેથી કરીને તેના કાચા પણ ફૂટી ગયા હતા આમ  અત્યાર સુધીમાં ત્યાં અનેક અકસ્માતના બનાવ બનેલ છે અને તેમાં વાહનચાલકને નાના મોટી ઈજા થઈ છે તે હક્કિત છે ત્યારે આ ખુલ્લી ગટર પાસે જીવલેણ અકસ્માત સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવું લોકો કહી રહ્યા છે






Latest News