મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેનારા નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેનારા નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડીને તેની માતા નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા ગામમાંથી તાજી જન્મેલી તરછોડી દીધેલી બાળકી ગઇકાલે મળી આવી હતી જેથી કરીને આ બનાવની ગ્રામજનએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી હતી અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સ્ટાફે જણાવ્યુ હતું કે, માસૂમ બાળકી અધૂરા માસે જન્મેલી હોવાથી તેનું વજન ઓછું છે જેથી તે બાળકીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી ત્યાર બાદ આ બનાવમાં જુના રાજાવડલા ગામના રહેવાસી ઉસ્માનભાઈ જલાલભાઈ વડાવીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને તેને શોધવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News