મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકવા મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકવા મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો

મોરબીના વજેપર વિસ્તારની અંદર રહેણાંક મકાનમાં દારૂનું પીઠું ખોલીને દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસીને ત્યાં રેડ કરી હતી ત્યારે પોલીસને રોકવા માટે ઘરધણીની પત્નીએ એટીએમ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેને રોકીને ઘરની જડતી લીધી હતી ત્યારે ઘરમાંથી હથિયાર મળી આવ્યા હતા અને હજાર રહેલા લોકોની જડતી લેવામાં આવતા તેઓની પાસેથી છ મોબાઈલ ફોન તથા ઘરમાંથી 24 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો છે જે પૈકીના ઘરધણી સિવાયના બાકીના આરોપીઓને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં- 24 ની અંદર રહેતા સુરેશભાઈ થરેશાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર પોલીસને રોકવા માટે થઈને સુરેશભાઈના પત્ની મનીષાબેન થરેશાપોલીસની કાયદેસરની ફરજમાં રૂકવટ કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે તેના ઘરની જડતી લીધી હતી જેમાં ઘરમાંથી હથિયારો મળી આવ્યા હતા તેમજ ઘરે હજાર રહેલા લોકો પાસેથી 6 મોબાઈલ ફોન અને ઘરમાંથી 24 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ઘરમાંથી મનિષાબેન સુરેશભાઇ થરેશા (45) અને પ્રીતિબેન હિતેશભાઈ આજોલા (25) એ બહારથી દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી (24). રહે. વજેપર-24 મોરબી, કલસિંગ અમરભાઈ ખડીયા (27) રહે. રહે. વજેપર-24 મોરબી, હરીસિંહ સંગ્રામસિંહ લુહાર (42) રહે. વાઘપરા સત્યનારાયણ ફ્લેટ મોરબી વાળાને બોલાવીને ઘરમાં દારૂનું પીઠું ખોલીને દારુનું વેચાણ કરતા હતા અને આરોપી મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા (42) રહે. 402 ઓમ રેસીડેન્સી ટીકે હોટલ પાછળ મોરબી તથા આનંદભાઈ ડાયાભાઈ સોરઠીયા (30) રહે. મુનનગર ચોક મોરબી વાળા દારૂ પીવા માટે થઈને ત્યાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બે મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓને સ્થળ ઉપરથી પકડ્યા હતા અને હાલમાં સુરેશભાઈ ઉર્ફે સુડો લક્ષ્મણભાઈ થરેસા સહિત કુલ 8 વ્યક્તિઓની સામે ગુનો નોંધ્યો છે જે પૈકીના બે મહિલા સહિત કુલ સાત આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આરોપી સુરેશભાઈ ઉર્ફે સુડોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News