મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલા સહિત કુલ 6 સામે ફરિયાદ


SHARE











વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલા સહિત કુલ 6 સામે ફરિયાદ

વાંકાનેરની હવેલી શેરીમાં રહેતી મહિલાને ત્યાં રહેતા અન્ય લોકોએ બાળકોની સાઇકલ લેવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા ફરિયાદી તથા સાહેને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો અને આ બનાવમાં ફરિયાદીનો મોબાઇલ તૂટી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વાંકાનેરના દરબારગઢ રોડ ઉપર આવેલ હવેલી શેરીના નાકે શ્રીજી કૃપા ખાતે રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી (52)એ હાલમાં ભાવનાબેન ભાવિનભાઈ કાગડા, શીતલબેન મિલનભાઈ કાગડા, નિરાલીબેન કાગડા, સાવનબેન પ્રદીપભાઈ વાગડિયા, ખુશ્બુબેન કાનાભાઈ વાળંદ અને પ્રદીપભાઈ વગડીયા રહે. તમામ હવેલી શેરી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે ફરિયાદી ત્યાં શેરીમાં નીકળતા આરોપીઓએ તેને ગાળો બોલી હતી અને આરોપીઓએ તેના બાળકોની સાઇકલ લીધેલ હોય જે બાબતે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે વારા ફરતી જઈ ગાળો બોલી ફરિયાદી તથા સાહેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડી વડે માર મારીને મુંઢ ઈજાઓ કરી હતી તેમજ મોબાઇલ તોડી નાખ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News