મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવાસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવાસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી જિલ્લાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે બપોરે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાઓની હાજરીમાં આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવશે

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોમાં એકતાસહકારની ભાવના અને ખેલદિલી ટકી રહે તે માટે જિલ્લાના શિક્ષકોની ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને તે આવતી કાલે શનિવારે તા ૩૦ ને બપોરના ૧૨ વાગ્યાથી શરૂ થવાની છે ત્યારે મોરબી-માળીયા હાઇવે પર નવા નાગડાવાસના પાટીયા પાસે આવેલ હોટેલ જેકેટી પાસે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ રમાશે અને આ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રાનાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી. કાવર અને નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર સહિતના હાજર રહેશે અને તેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગરટીચર ટ્રેનીંગ કો-ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયાબિઆરસી માળીયા નિરંજની નરેન્દ્રભાઈબિઆરસી હળવદ પ્રવિણસિંહ ચૌહાણબિઆરસી મોરબી ચિરાગભાઈ આદ્રોજાબિઆરસી વાંકાનેર અબ્દુલભાઇ શેરસીયા અને બિઆરસી ટંકારા કલ્પેલભાઇ ફેફર હાજર રહેશે. આ ટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ તા.૧ ના રોજ બપોરે ૩ વાગ્યે યોજાશે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, સુરેશભાઈ ડાંગરડો. શર્મિલાબેન હુંબલદીપાબેન બોડાડો. જીગ્નેશભાઈ વોરાદિનેશભાઈ ગરચર તેમજ જિલ્લા પંચાયતના સ્પોટર્સ એન્ડ રિક્રિએશન ક્લબના મંત્રી તુષારભાઈ બોપલીયા સહિતના હાજર રહેશે. આ કાર્યક્ર્મને સફળ બનાવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ અને સમગ્ર ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News