મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ


SHARE







મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ

મોરબીના રામકૃષ્ણનગરમાં વર્ષ ૨૦૧૭ માં મિત્ર પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેને પૈસા આપવાની ના કહી હતી જેથી યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ત્રણ આરોપીને દોષી જાહેર કર્યા છે અને તેને આજીવન કેદની સજા ફટાકરી છે જો કે, એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

મોરબીના રામકૃષ્ણનગરમાં ખોડિયાર મંદિર પાસે તા ૨૧/૫/૧૭ ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાસલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની ધરપકડ કરી હતી અને આરોપીઓ મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા તેને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ કેસ મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી ગયો હતો અને સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરી દલીલ અને ૨૮ દસ્તાવેજી તેમજ ૨૬ મૌખિક પુરાવાઑને ધ્યાને લઈને કોર્ટે હત્યા કેસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News