મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE







વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું

ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

વાકાંનેર તાલુકાના ભલગામ નજીક ચોટીલા-રાજકોટ હાઇવે૬૬ કે.વી. પાવર હાઉસની બાજુમાં આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ગત તા. ૧૨ એપ્રિલના યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કેરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ અનેક યોજનાઓ થકી ગરીબોવંચિતો અને છેવાડાના માનવીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. મંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા પણ આ તકે મંત્રીએ સૌ આગેવાનોને આગળ આવવા જણાવ્યું હતું. 

આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તમામ પ્રકારની મદદ અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. શિક્ષણ સંકુલના નિર્માણ માટે થઇ રહેલા આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે એક શામ બાબા ભીમ કે નામ કાર્યક્રમ અંતર્ગત જાણીતા ભીમ સાહિત્યકાર અને તેમની ટીમ દ્વારા ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન માનવ બૌદ્ધ વિહારચોટીલા તથા સમ્યક્ સિનિયર સિટીઝન ક્લબઆંબાવાડીઅમદાવાદ અને બાબા સાહેબ આંબેડકર અનુસૂચિત જાતિ બાજ એન્જીનીયર્સ એસોસિએશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાભંતેજી સારિપુત્રઅનુસુચિત જાતિ મોરચોના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમન વાજાઅગ્રણી સી.એન. અંબાલીયા,, માનવ બૌદ્ધ વિહાર પ્રમુખ અજીતભાઇ બેડવામુકેશભાઇ મકવાણાટી.ડી. પટેલરાજુભાઇ અઘેરાકેસરીદેવસિંહજી ઝાલા ઉપરાંત વાકાંનેર પ્રાંત અધિકારીશ્રી એચ.જી. શેરસીયાજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઇ છાસીયાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયાસમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)  એલ.વી. લાવડીયાજિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News