રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં મારના ડરથી અગ્નિસ્નાન કરી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE





મોરબીના મહેન્દ્રનગરમાં મારના ડરથી અગ્નિસ્નાન કરી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે ઉગમણા જાપા પાસે રહેતા યુવાન સાથે તે જ ગામમાં રહેતા એક શખ્સે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ડરી ગયેલા યુવાને કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી.દાઝી ગયેલા યુવાનને મોરબી બાદ રાજકોટ ખસેડાતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતુ.

પ્રાપ્ત માબીતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ઉગમણા જાપા પાસે શીતળા માતાજી વિસ્તારમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયા જાતે કોળી (ઉમર ૪૦) ને ગામમાં જ રહેતા રાજાભાઈ રાયમલભાઈ કોળી સાથે સામુ જોવા બાબતે ઝગડો થયો હતો.જેથી મારના ડરથી ઘરે જઇને અગ્નિસ્નાન કરી લેનાર સંજયભાઇ કોળીને મોરબીથી રાજકોટ ખસેડાયા હતા જયાં ચાલુ સારવારે તેણે રાજાભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તેની સાથે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને રાજાભાઈ કોળીએ ગાળો આપીને ઢીકાપાટુ અને પાઇપ વડે માર માર્યો હતો. તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી ડરી ગયેલા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયાએ ડરના લીધે પોતાની જાતે શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીરપણે દાઝી ગયેલા સંજયભાઈને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા જયાં સારવાર દરમ્યાન સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયા જાતે કોળી (ઉમર ૪૦) નું મોત નિપજયુ હતુ.જેથી કરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો રાજેશભાઇ છનાભાઇ વાદી નામનો ૨૬ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપર ઢુવા નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત રાજેશભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળીયા મિંયાણા તાલુકાના નવા અંજીયાસર ગામના રહેવાસી ઇમરાન જુમાભાઈ માણેક નામના ૨૦ વર્ષીય યુવાનને માળીયા હાઈવે ઉપરથી પોતાના ગામ તરફ જતા રસ્તે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News