મોરબીની એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના


SHARE





મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના

મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ, ધારાસભ્યો તેમજ જુદાજુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખાસ કરીને મોરબી-રાજકોટ રોડનું તાત્કાલિક સમારકામ શરૂ કરવા માટે જવાબદાર અધિકારીને સૂચના આપી હતી. સાથોસાથ રાજ્યમંત્રીએ મોરબી જિલ્લાને પ્રવાસન હબ બનાવવા માટે અધિકારીઓને ટકોર કરી હતી.

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપીને અધિકારીઓને કામગીરી તાત્કાલિક હાથ ધરવા આદેશ કર્યો હતો અને આ ઉપરાંત સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ટૂરિઝમ હબતરીકે વિકસાવવા અને નમો વનના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.   આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, સાસંદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઇ ચાવડા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર  બેરવાલ, આરએસી એસ.જે. ખાચર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News