મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના
મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત
SHARE
મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત
મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં અનિવાર્ય કારણોસર ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. જોકે, ધારાસભ્ય તરફથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓની સુચનાથી કમિશનરની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી જેમાં ખાસ કરીને મોરબી મહાપાલિકા વિસ્તારમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત વેરા અને મિલકત વેરાની આકારણી માટે સોગાદનમાંને લાગતા જે પ્રશ્ન હતા તેને ઉકેલવા માટે જરૂરી નિર્ણય લેવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યુ હતું.
મોરબી મહાપાલિકા વિસ્તારની અંદર રહેતા લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે માટે થઈને દર મહિને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે મોરબી મહાપાલિકાના સભાખંડમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર અનિવાર્ય કારણોસર ધારાસભ્ય હાજર રહ્યા ન હતા જોકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા તરફથી તેના પ્રશ્નો મોકલી દેવામાં આવ્યા હતા અને તેઓની સૂચનાથી સંકલનની બેઠકને ચાલુ રાખવામાં આવી હતી અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષ સ્થાને અ બેઠક મળી હતી જેમાં મોરબી મહાનગરપાલિકાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જુદા જુદા વિભાગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ધારાસભ્ય તરફથી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી નવી આકારણી કરવામાં આવતી મિલકતોનો વેરો જ્યાં સુધી ગ્રામ પંચાયત હતી ત્યાં સુધી ગ્રામ પંચાયતના નિયમ મુજબ અને પછી મહાનગરપાલિકાના નિયમ મુજબ લેવામાં આવે તેવો પ્રશ્ન રજૂ કર્યો હતો જેના જવાબમાં કમિશ્નરે જણાવ્યુ હતું કે, પૂર્વ કમિશનરે ઓફિસ આદેશ કરીને તેના માટે જે હુકમ કર્યો હતો તેની અમલવારી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે અને તે મુજબ જ વેરાની વસુલાત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને નવી મિલકતના વેરાની આકારણી સમયે લેવામાં આવતા સોગંદનામા સુધારો કરવા માટે ધારાસભ્ય તરફથી પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો તેને ધ્યાને લઈને આગામીમાં સમયમાં સોગંદનામાં જરૂર જણાશે તો સુધારા વધારા કરવામાં આવશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં વહેલી તકે લોકોની મિલકતની આકારણી થાય અને મિલકત વેરાની આવક મહાપાલિકાના શરૂ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું કમિશનર જણાવ્યું હતું