મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ
રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું
SHARE
રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં તાજેતરમાં ‘રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લેખિકા અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇ. કુલપતિ તથા ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષા ડૉ. દર્શનાબેન ધોળકિયા ભુજથી વક્તવ્ય આપવા માટે આવ્યા હતા આ તકે શાબ્દિક સ્વાગત ડૉ. રામ વારોતરિયાએ કર્યું હતું ત્યાર બાદ વક્તા ડૉ. દર્શનાબેને રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો વિશે વિગતે વાત કરી હતી. અને રામાયણના ચરિત્રો જેવા કે મુખ્ય પાત્ર રામ, સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન તેમજ ખલનાયકો કૈકેયી, રાવણ, કુંભકર્ણ, મારીચ જેવા દરેક પાત્રની ગહન તેમજ રસપ્રદ વાતો વિદ્યાર્થીઓ સામે રજૂ કરી હતી. ખાસ કરીને દરેક ચરિત્રના ઉચ્ચ મૂલ્યોનું તેમણે વર્ણન કર્યું હતું. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યનો ઊંડો અભ્યાસ લેખિકાએ કરેલ હોવાથી વિદ્યાર્થીઓને, મોરબી શહેરના આમંત્રિત સાહિત્ય રસિકોને તેમજ અધ્યાપકોને પણ પોતાની વાણીથી રસતરબોળ કરી દીધા હતા. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ આભારવિધિ થકી ડૉ. રેખાબેન કચોરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ પ્રા. કે.આર. દંગી તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.