મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક દિવાલ ઉપરથી પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીના લીલાપર નજીક દિવાલ ઉપરથી પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા કારખાનાની દિવાલ ઉપરથી યુવાન નીચે પડી ગયો હતો જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અમદાવાદ ખાતેથી તપાસના કાગળ આવતા હાલમાં મોરબી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામના રહેવાસી અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલા કિરીટ કારખાનામાં રહીને ત્યાં કામકાજ કરતા ખીમજીભાઈ ગોરાભાઈ ભંખોડીયા નામનો ૪૯ વર્ષીય યુવાન ગત તા.૨૦-૨ ના રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી તેને અહીંની આયુષ હોસ્પિટલે લઇ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તા.૨૨-૨ ના સાંજના છ વાગ્યાના અરસામાં ખીમજીભાઈ ભંખોડીયાનું મોત નીપજયું હતું.અમદાવાદ ખાતેથી તપાસ અંગેના કાગળો (બે માસ બાદ..!) મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમા ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ નજીકના સનફોલ્ડ સિરામિક નામના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી ઉદયસિંહ વેલસીંગ રાવત નામના ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોય હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના શનાળા ગામ પાસે પટેલ સમાજની વાડી નજીક થયેલ મારામારીના બનાવમાં સામાન્ય ઇજાઓ થતાં ઉષાબેન ભુપતભાઈ વિકાણી નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હઇવે ઉપર આવેલા પાનેલી ગામના રહેવાસી મુક્તાબેન ગોવિંદભાઈ કણજારીયા નામની ૫૦ વર્ષીય મહિલા ગામમાં પોતાની વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે બાઇકમાં બેઠેલા મુક્તાબેન કણજારીયાને બાજુમાંથી પસાર થતી ભેંસે ઢીક મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા જેથી પગના ભાગે ઈજાગ્રસ્ત મુક્તાબેન કણજારીયાને સારવારમાં ખસેડાયા હતા.






Latest News