મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે સિંધી સમાજમાં ઉજવાશે નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતી, શોભાયાત્રા-મહાપ્રસાદ


SHARE







મોરબીમાં આજે સિંધી સમાજમાં ઉજવાશે નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતી, શોભાયાત્રા-મહાપ્રસાદ

આજે સિંધી સમાજનું નૂતન વર્ષ ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતી છે. જેને ઊપલક્ષમાં મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતીની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થશે.કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઉજવણી ન થઈ શકવાથી આ વખતે સિંધી સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા, પ્રસાદ વિતરણ, સત્સંગ કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.

મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સવારે ૮ કલાકે ધ્વજારોહણ, ૧૧ કલાકે આરતી, ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, સાંજે ૪:૩૦ કલાકે શોભાયાત્રા અને રાત્રે ૭:૩૦ એ નેહરુનગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.આ તકે સર્વે સિંધી સમાજના ભાઈ-બહેનોને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે રાજ્ય મંત્રી બીજેશ મેરજાએ જણાવ્યું હતું કે આજથી સિંધી ભાઈઓનું નવું વર્ષ શરૂ થશે અને તેમનો પવિત્ર તહેવાર ચેટીચાંદ પણ છે તો આ તકે હું સર્વે સિંધી ભાઈઓને આ તહેવારની શુભકામના પાઠવું છું અને ગર્વ અનુભવું છું કે હું ઝુલેલાલજીના પવિત્ર મંદિરની જગ્યાએ અહીં ઊભો છું અને તેમના દર્શન કરી શક્યો છું આ સાથે આજે હિંદુ ભાઈઓ માટે ચૈત્રી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે તો તે અંગેની પણ સર્વ હિંદુ ભાઈઓને શુભકામના પાઠવું છું ભારતના વિકાસમાં સિંધી સમાજનું અનેરું યોગદાન રહ્યું છે અને આમને આમ ભગવાન ઝૂલેલાલ તેમને શક્તિ આપે અને સિંધી સમાજનો વિકાસ થાય તેવી શુભકામના આપી હતી આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News