રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે બોર્ડ જ નહીં જીવનની દરેક પરિક્ષામાં સફળ કેવી રીતે થવુ તે અંગે સેમીનાર યોજાયોમી


SHARE











મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે બોર્ડ જ નહીં જીવનની દરેક પરિક્ષામાં સફળ કેવી રીતે થવુ તે અંગે સેમીનાર યોજાયો

"પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ..? હું પડકારો ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું." કર્મયોગી એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રચિત ઉપરની પંક્તિઓ જ બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ માટે હકારાત્મકતા કેળવવા માટેનું રસાયણ છે.પરીક્ષા પે ચર્ચાના પ્રધાનમંત્રીના સંવાદમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તેનો મંત્ર તો હતો જ સાથોસાથ જીવનમાં આવનારી દરેક પરીક્ષાઓમાં કઈ રીતે સફળ થવું એનું પણ મોટિવેશન હતું.

વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકોને પણ માર્ગદર્શન મળી રહે તેના ભાગ રૂપે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સમગ્ર ભારતવર્ષમાંથી આવેલ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથેના સંવાદનું બી.આર.સી ભવન મોરબીના હોલમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ.બી.આર.સી.ભવન મોરબી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ,  ડી.ડી.ઓ. ભગદેવ, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કાવરની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો લાઈવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં ત્રાજપર, કલ્યાણ ગ્રામ તેમજ પોટરી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત  રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ કાંજીયા, રીકીતભાઇ વિડજા, ચંદ્રકાન્તભાઈ બાવરવા, હરદેવભાઇ ડાંગર  તેમજ બી.આર.સી ટીમની વિશેષ ભૂમિકા રહી હતી.






Latest News