હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના શિક્ષકોએ નવી પેન્શન યોજનાના વિરોધમાં કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવ્યો


SHARE











ટંકારાના શિક્ષકોએ નવી પેન્શન યોજનાના વિરોધમાં કાળી પટ્ટી પહેરી બ્લેક ડે મનાવ્યો

ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે આજરોજ ૧  લી એપ્રિલને "કાળો દિવસ" તરીકે મનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલ સૂચના મુજબ તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી તાલુકાના શિક્ષકો તરફથી ખૂબ બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે બદલ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી તેમજ સંઘના આગેવાનોએ સૌ સારસ્વત મિત્રોનો આભાર માન્યો હતો તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાની આ લડતમાં સફળતા મેળવવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ લડતના આગામી કાર્યક્રમોમાં સૌને આવો જ પ્રતિસાદ આપવા માટે અપીલ કરી હતી.જો સરકાર દ્વારા નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના અમલમાં મુકવામાં નહિ આવે તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ લડત માટેના અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે તેવું ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું.






Latest News