હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં રવિવારે વિદ્યાર્થીનીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન


SHARE











મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં રવિવારે વિદ્યાર્થીનીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન

 મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલની ધો-૧૧ ની વિદ્યાર્થીનીઓ દ્વારા એક્ઝિબિશન રાખવામા આવ્યું છે અને ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી આ  એક્ઝિબિશનમાં રાખવામા આવશે.

 મોરબીમાં આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારોનો સામનો કરી શકે તે મુજબનું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે. જેમ કે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચરકંપની વિઝિટમાર્કેટ રિસર્ચબિઝનેસ ટાયકૂનબ્લડ ડોનેશન કેમ્પસ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે ત્યારે હંમેશાની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -૧૧ ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા ડિઝાઇનર એક્ઝિબિશન રાખવામા આવ્યું છે આ એક્ઝિબિશન એપ્રિલને રવિવારના રોજ રાખવામા આવેલ છે અને તેનો સમય સવારે ૯થી ૧ અને ૪ થી ૭ રાખવામા આવેલ છે જેથી મોરબીના નાગરિકોને એક્ઝિબિશનની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્યમાં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલની ધો-૧૧ ની વિદ્યાર્થીનીઓએ અનુરોધ કરેલ છે.






Latest News