રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

અચ્છે દિન !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં પણ મોંઘો ?


SHARE





અચ્છે દિન !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં પણ મોંઘો ?

મોરબી સીરામીક ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચર ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે જો કે, હવે પ્રોપેન ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં પણ મોંઘો બની ગયો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે

મોરબી સીરામીક ઉદ્યોગના અચ્છે દિન કયારે આવશે તેવો ગણગણાટ હાલમાં ઉદ્યોગકારોમાં થવા લાગ્યો છે કેમ કે, પહેલા કોલ ગેસ બંધ પછી નેચરલ ગેસના ભાવમાં સતત વધારો ત્યાર બાદ ભાવ આપવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ગેસ મળતો નથી અને હાલમાં એક દિવસીય પાવર કાપ પણ શરૂ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં અહીના ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે અને મોરબી સીરામીક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, એપ્રિલ મહિનામાં નેચરલ ગેસના ભાવમાં કોઈ ભાવવધારો નથી પરંતુ ૨૦ ટકા કપ ચાલુ જ રાખવામા આવેલ છે અને ગુજરાત ગેસના ભાવમાં સતત વધારો થતો હોવાથી માર્કેટમાં ટકી રહેવા માટે ધીમેધીમે કરતાં ૧૦૦ થી વધુ કારખાનામાં નેચરલ ગેસના બદલે પ્રોપેન ગેસનો વપરાશ કરીને ઉત્પાદન કરવામાં આવી રહયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધુ હોવાથી પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિકિલોએ ૧૧.૭૫ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી આજની તારીખે પ્રોપેન ગેસ હવે નેચરલ ગેસ કરતાં બે રૂપિયા મોંઘો થઈ ગયો છે આમ મોરબીના ઉદ્યોગકારોને માર્કેટમાં ટકવું કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે






Latest News