મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસરમ ગામે બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરના અમરસરમ ગામે બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ

વાંકાનેરના અમરસરમ ગામે રહેતા બે ખેડૂતોના ખેતરે મૂકવામાં આવેલ બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૫૯,૦૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના અમરસરમાં રહેતા ઈબ્રાહીમભાઈ જીવાભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.૬૩)એ રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા (દેવીપુજક) અને વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી (દેવીપુજક) રહે. બંને મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઈંટોના ભઠા પાસે ઝુંપડામાં મોરબી,રહે. મોરબી તેમજ મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા (કોળી) રહે. અમરસર સહિત ચાર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેગત તા ૨૨/૩ ના બપોરના બારેક વાગ્યા થી તા ૨૬/૩ ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમરસર ગામની સીમમાં તેની અને શાહબુદીન વલીમહંમદભાઈ ખોરજીયા રહે. અમરસર વાળાના ખેતરમાંથી ચોરી કરેલ છે અને ખેતરમાં રાખેલ ડીઝલ એન્જીન પાંચ હોર્સપાવરના પાણી ખેંચવાના બે મશીન જેની કિંમત ૨૪,૦૦૦ અને છકડો રીક્ષા નં. જીજે ૩ એવિ ૧૩૪૦ જેની કિંમત ૩૫,૦૦૦ આમ કુલ મળીને ૫૯૦૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથીની ફરિયાદ નોંધીને પોલીસે આરોપી રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા (દેવીપુજક) અને વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી (દેવીપુજક) રહે. બંને મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઈંટોના ભઠા પાસે ઝુંપડામાં મોરબી,રહે. મોરબી તેમજ મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા (કોળી) રહે. અમરસર વાળાની ધરપકડ કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને કબજામાં લઈને તેના વાલીને સોપી દેવામાં આવેલ છે






Latest News