મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૪.૧૩ કરોડના સુજલામ સુફલામ જળ અભિયાનના ૧૨૪ કામો કરાશે


SHARE







મોરબી જિલ્લામાં ૪.૧૩ કરોડના સુજલામ સુફલામ જળ અભિયાનના ૧૨૪ કામો કરાશે

સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા પહેલાં જળ સંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો લોકભાગીદારી, મનરેગા, ખાતાકીય રીતે થાય તે માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ગત ૧૯ માર્ચના રોજ મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો માળીયા તાલુકાના વેજલપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સ્ટેટ સિંચાઇ વિભાગ દ્વારા ૨૬ કામો પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ૧૯ કામો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૬ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૭ કામો, નગરપાલિકાઓ દ્વારા ૩૬ કામો તેમજ વન વિભાગ દ્વારા ૧૦ કામો હાથ ધરવામાં આવશે. આમ તમામ વિભાગો મળીને કુલ ૧૨૪ કામો મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત હાથ ધરાશે અને તેના માટે અંદાજે ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અભિયાન દરમિયાન અંદાજે ૪,૫૩,૭૧૬  ઘન મીટર માટીનો જથ્થો કાઢવામાં આવશે તેમજ ૧૩૧ કિ.મી. લંબાઇની નહેરોની સફાઇ અને મરામત કામ હાથ ધરવામાં આવશે.

જલ શક્તિ અભિયાન

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત તા. ૨૯ માર્ચના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તા. ૨૯ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ખાસ ગ્રામ સભા યોજાશે આ ગ્રામ સભામાં ૧૧.૦૦ કલાકથી રાષ્ટ્રપતિ દ્વારા આ વિષય ઉપર સંવાદ અને ઉદ્દબોધન કરવામાં આવશે જેનું ઉપસ્થિત તમામ ગ્રામજનો લાઇવ નિહાળી શકશે.

વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રયત્ન, પ્લાનિંગ અને પુરુષાર્થ થકી જીવનમાં સ્વપ્નો પૂરા થાય તેવી શુભેચ્છા પાઠવી  હતી. આ કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. અવાર નવાર શાળાને ઉપયોગી અને સહકાર આપતા મૂળ નેકનામના ઉદ્યોગપતિ એવા સાણંદિયા બંધુઓનો આચાર્યએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News