મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસરમ ગામે બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE







વાંકાનેરના અમરસરમ ગામે બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ

વાંકાનેરના અમરસરમ ગામે રહેતા બે ખેડૂતોના ખેતરે મૂકવામાં આવેલ બે ડીઝલ એન્જીન અને એક છકડો રિક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૫૯,૦૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરના અમરસરમાં રહેતા ઈબ્રાહીમભાઈ જીવાભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.૬૩)એ રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા (દેવીપુજક) અને વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી (દેવીપુજક) રહે. બંને મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઈંટોના ભઠા પાસે ઝુંપડામાં મોરબી,રહે. મોરબી તેમજ મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા (કોળી) રહે. અમરસર સહિત ચાર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા ૨૨/૩ ના બપોરના બારેક વાગ્યા થી તા ૨૬/૩ ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમરસર ગામની સીમમાં તેની અને શાહબુદીન વલીમહંમદભાઈ ખોરજીયા રહે. અમરસર વાળાના ખેતરમાંથી ચોરી કરેલ છે અને ખેતરમાં રાખેલ ડીઝલ એન્જીન પાંચ હોર્સપાવરના પાણી ખેંચવાના બે મશીન જેની કિંમત ૨૪,૦૦૦ અને છકડો રીક્ષા નં. જીજે ૩ એવિ ૧૩૪૦ જેની કિંમત ૩૫,૦૦૦ આમ કુલ મળીને ૫૯૦૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથીની ફરિયાદ નોંધીને પોલીસે આરોપી રાજુભાઈ સવશીભાઈ દેલવાડીયા (દેવીપુજક) અને વિક્રમભાઈ દીપકભાઈ સોલંકી (દેવીપુજક) રહે. બંને મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઈંટોના ભઠા પાસે ઝુંપડામાં મોરબી,રહે. મોરબી તેમજ મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા (કોળી) રહે. અમરસર વાળાની ધરપકડ કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને કબજામાં લઈને તેના વાલીને સોપી દેવામાં આવેલ છે




Latest News