મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા


SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં કોર્ટે પતિ સહિત ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા

મોરબીમાં ગત ૨૨-૧૧-૨૦૧૧ ના એટલે કે અગિયાર વર્ષ પહેલાં શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પરિણીતાએ જાત જલાવીને આપઘાત કર્યો હતો.જેમાં પતિ તેમજ મામાજી અને મામીજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી અને જે કેશ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેયને શંકાનો લાભ આપીને છોડી મૂકવા હુકમ કર્યો હોવાનું હાલ જાણવા મળેલ છે.

મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મૈનાઝબેન એ.પરમાર તરફથી મળતી માહિતી મુજબ ગત તા.૨૨-૧૧-૨૦૧૧ ના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રીતિબાએ તેમના પતિ રાજેન્દ્રસિંહ તેજમલજી જાડેજા તેમજ તેમના મામાજી સસરા રણજીતસિંહ શીવુભા તથા મામીજી સાસુ શીલાબા રણજિતસિંહના દુ:ખ ત્રાસને લઈને તેણીના ઘેર સાસરીમાં શરીરે કેરોસીન છાટીને દીવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો અને જેથી કરીને મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૬, ૪૯૮(એ) અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબીના સેશન્સ જજ સી.જી.મહેતાની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફેથી મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા મેનાઝબેન પરમાર દ્વારા ધારદાર દલીલો રજૂ કરીને નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ટાંકીને દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઇને આરોપી રાજેન્દ્રસિંહ તેજમાલજી જાડેજા, રણજીતસિંહ શીવુભા અને શીલાબા રણજીતસિંહને શંકાનો લાભ આપીને છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે.




Latest News