મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી શાળામાં બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરીને કરાયું સ્વાગત


SHARE





મોરબીની જુદીજુદી શાળામાં બોર્ડના પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરીને કરાયું સ્વાગત

આજથી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે રવાપર રોડની નીલકંઠ વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી, નીલકંઠ વિદ્યાલય ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સ્થળ સંચાલક નવીનભાઈ ઝાલરિયા વગેરે તેમજ સાર્થક સ્કૂલમાં પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ અને નવયુગ ખાતે યુવા ભાજપના હોદેદારો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને મો મીઠા કારવીને પરીક્ષા કેન્દ્રમાં આવકારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાના સીટ નંબર આસાનીથી મળી જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી દરેક શાળામાં લેવામાં આવી હતી.

કંટ્રોલ રૂમ શરૂ

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ  તેમજ વિજ્ઞાનપ્રવાહના નિયમિત, રીપીટર, પૃથક, ખાનગી ઉમેદવારોની માર્ચ ૨૦૨૨ મોરબી જીલ્લામાં આગામી તા.૨૮-૩ થી તા.૧૨-૪ દરમિયાન લેવાનાર છે. મોરબી જીલ્લામાં સ્થાનિક કક્ષાએ ઉકત પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કે વાલીઓને કોઇ મુંઝવણ હોય હેલ્પલાઈન ઉપર જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. મોરબી શહેર એન.જે.સાણજા ૯૮૨૫૮ ૪૫૮૪૯, મોરબી ગ્રામ્ય એસ.એ.જાવિયા ૯૮૭૯૭ ૮૩૪૭૦, માળીયા એસ.કે.પટેલ ૯૪૨૮૨ ૨૨૫૮૮, ટંકારા આર.પી.મેરજા ૯૮૭૯૭ ૨૧૮૫૦, વાંકાનેર એમ.એ.માથકીયા ૯૯૭૯૦ ૦૮૧૩૮ અને હળવદ જી.આર.પાડલિયા ૯૯૭૯૦ ૨૧૫૦૦ તેમજ જીલ્લાકક્ષા પી.વી.અંબારીયા ૯૮૭૯૭ ૮૪૦૩૩ તથા રાજય કક્ષાના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૦૦ છે તેવું જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીએ જણાવ્યુ છે






Latest News