મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના કેસરબાગ પાસેથી રૂપિયા ૨૦ હજારના બાઇકની ચોરી


SHARE





મોરબીના કેસરબાગ પાસેથી રૂપિયા ૨૦ હજારના બાઇકની ચોરી

મોરબીના સામાકાંઠા આવેલા કેસર બાગ નજીક પાર્ક કરવામાં આવેલ રૂપિયા ૨૦ હજારની કિંમતના બાઇકની ચોરી તથા ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ રવિ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા મકસુદભાઈ દાઉદભાઇ સુમરા જાતે સંધિ નામના એક 20 વર્ષીય યુવાને તેનું બાઇક કેસર બાગ પાસે પાર્ક કર્યું હતું ત્યારે બાઇક નંબર જીજે ૩૬ પી ૮૨૮૮ ને અજાણ્યો ઈસમ ગત તા. ૩૧/૧/૨૨ ના રોજ ચોરી ગયો હતો જેની ગઇકાલે ફરિયાદ નોંધાઈ છે જેથી ચોર પકડાયા પછી બાઇકની ચોરીની પોલીસે ફરિયાદ લેવામાં આવી હોય તેવી શ્ક્યતા સેવાઇ રહી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના મકનસર ગામ થી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કુલ મળીને ૧૪૦૦ લીટર આથો તેમજ ગેસના ૩ બાટલા અને ત્રણ ચૂલા તેમજ અન્ય સાધન સામગ્રી અને સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૪૪૫૩ મળી આવતાં પોલીસે કુલ મળીને ૭૭૯૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ચાકુભાઈ મનસુખભાઈ સેલાણિયા જાતે કોળી (૨૨), રાહુલભાઈ મહેશભાઈ જંજવાડીયા જાતે કોળી (૧૯), અનિલભાઈ મહેશભાઈ જીજવાડીયા જાતે કોળી (૧૮) અને ભાનુબેન મુન્નાભાઈ દેત્રોજા (૪૫) રહે બધા જ ભડીયાદ વાળા મળી આવ્યા હતા માટે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દેશીદારૂ

મોરબીમાં સામાકાંઠે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા મુમતાજબેન અબ્બાસભાઈ કટિયાના ઘરમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તેના ઘરની અંદર રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી ૫૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૧૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને મુમતાજબેન અબ્બાસભાઈ કટિયાની ધરપકડ કરે છે






Latest News