મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ
Breaking news
Morbi Today

દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ !


SHARE





દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ !

મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આજે સવારે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી વર્ના કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી ત્યારબાદ કારનો ચાલક ત્યાં વાહન છોડીને નાસી છૂટ્યો હતો. દરમિયાન કારની અંદરથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવતા બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતગ્રસ્ત કારને રોડ સાઈડમાં ખસેડીને કાર કોની છે ? દારૂ કોનો છે ? દારૂ આવ્યો ક્યાંથી ? અને કોને આપવાનો હતો ? તે દિશામાં તપાસ હાથ ધરી છે

ભાવનગર ખાતે થયેલ લઠ્ઠાકાંડના પડઘા તમામ જિલ્લાઓની અંદર કરી રહ્યા છે અને ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યો છે અને દેશી દારૂ તથા વિદેશી દારૂના હાટડા બંધ થાય તેના માટેના ધામ પછાડા કરવામાં આવી રહ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં આજે વહેલી સવારે મોરબી માળીયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હોટલ ફર્ન હોટલ સામેથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી વરના કાર નંબર જીજે 19 બીએ 1366 પણ પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર કારના ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી જેથી અકસ્માત થયો હતો. ત્યાર બાદ કારનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો. જોકે અકસ્માતગ્રસ્ત થયેલ કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

હાલમાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ પ્લાસ્ટિકના બાચકામાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ભરેલો હોવાના કારણે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસની ટીમ ઘટના પહોંચી હતી અને રસ્તાની વચ્ચોવચ અકસ્માત થયેલ કારને રોડ સાઈડમાં કરવામાં આવી હતી અને ત્યાર બાદ કારની અંદર ભરેલ દારૂનો જથ્થો ક્યાંથી લઈને આવ્યા હતા ?  કોને આપવાના હતા ? આ કાર કોણ લઈને જતું હતું ? તે સહિતની દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જોકે લઠ્ઠાકાંડ થઈ જાય ત્યાર પછી તપાસના ઘોડા દોડાવવા અને આરોપીઓને પકડવાની વાતો કરવી તે પહેલા જ જો ગુજરાતમાં દારૂબંધી છે અને તેની ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તો કેટલાય નિર્દોષ લોકોની જિંદગી બચી શકે તેમ છે તેવું સ્થળ ઉપર હાજર રહેલા લોકોમાં ચર્ચા રહ્યું હતું.






Latest News