મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ
Breaking news
Morbi Today

મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી


SHARE





મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 77 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે પટેલ સમાજ વાડી ખાતે મેરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આગામી દિવસોમાં અઢી લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન મહાપાલીકા દ્વારા કરવામાં આવ્યું છે તેવું મેયરે જણાવ્યું હતું

સમગ્ર દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વૃક્ષોનું વાવેતર અને વૃક્ષોનું જતન કરવું અનિવાર્ય બન્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમમાં યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોરબીમાં મહાપાલિકા કક્ષાએ 77 માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતિભાઈ પડસુંબિયા, ચિરાગભાઈ રાણપરા, જયેશભાઈ દેસાઈ, અર્પિતબા જાડેજા, ગણેશભાઈ ડાભી, પૂનમબેન આગેચાણિયા, નુતનબેન વિડજા તેમજ અન્ય ચૂંટાયેલા સભ્યો તથા કમિશનર સંગીતા રૈયાણી અને ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણના નાયબ વન રક્ષક બી.એમ.પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સૌ કોઈએ મોરબીવાસીઓને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને મોરબીને હરિયાળુ બનાવવા માટે થઈને આહ્વાન કર્યું હતું ત્યારબાદ મોરબીના મેર ઉત્તરાણીએ જણાવ્યું હતું કે, મોરબીના ભડીયાદ રોડ ઉપર 6.5 એકર જમીનમાં મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવા આવશે અને ત્યાં અઢી લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવામાં આવશે આમ મોરબી હરિયાળુ બને તેના માટે મહાપાલીકા દ્વારા પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News