વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા


SHARE





વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા

વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જ્યારે હળવદ તાલુકાના ગોલાસણ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના નવાપરા ખડીપરા શેરી નં 2 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લાલજીભાઈ શિવાભાઈ કાંજિયા (22), હુસેનભાઇ યુસુફભાઈ અફ્રિદી (27), સુરેશભાઈ ભરતભાઈ ઘોરિયા (28), રાજુભાઈ રમેશભાઈ ઘોરીયા (22), અનિલભાઈ રમેશભાઈ ઘોરીયા (27) અને મહેશભાઈ મનસુખભાઈ અઘોલા (28) રહે બધા વાકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 17,350 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદ તાલુકા પોલીસ દ્વારા ગોલાસણ ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મહીપતભાઈ ચતુરભાઈ દેકાવાડિયા (37), રહે વીરપર તાલુકો વાંકાનેર, રમેશભાઈ વાલજીભાઈ રાઠોડ (35) રહે ભવાનીનગર ઢોરો હળવદ અને સંજયભાઈ નાગજીભાઈ સનુરા (38) રહે જાંબુડીયા તાલુકો મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 21,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News