મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE











વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખ જયુભા ડી. જાડેજાનો સત્કાર સમારોહ રાખવામા આવ્યો હતો થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયુભા જાડેજાની વરણી કરવામાં આવી છે તેની સાથોસાથ મહામંત્રી તરીકે એ. બી. મકવાણાની વરણી કરવામાં આવેલ હોય બંને આગેવાનોનો સત્કાર સમારોહ વાંકાનેરમાં આવેલ એસ.ટી.ના વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એસ.ટી.વિભાગના મહામંડળના આગેવાનો, હોદ્દેદારો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે તેઓએ આગામી સમયમાં એસટી વિભાગના કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો હોય તેને ઉકેલવા માટેની ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયુભા જાડેજાએ એસટી કર્મચારી મંડળ રાજકોટ વિભાગમાં સતત 14 વર્ષ અને એસટી ક્રેડિટ સોસાયટી રાજકોટમાં સતત 19 વર્ષ બિન હરીફ પ્રમુખ તરીકે સેવા આપેલ છે ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી છે જેથી કરીને એસ.ટી વિભાગના કર્મચારીઓને લગતા પ્રશ્નોને વહેલામાં વહેલી તકે ઉકેલ આવશે તેવી કર્મચારીઓને પણ આશા બંધાણી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર એસટી ડેપોના તમામ મંડળના હોદેદારો અને કર્મચારી સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News