મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાંથી કામ શોધવા નીકળ્યા બાદ ગુમ થયેલ પરિણીતા બે સંતાનો સાથે મળી આવી


SHARE





મોરબીના સિરામિક કારખાનામાંથી કામ શોધવા નીકળ્યા બાદ ગુમ થયેલ પરિણીતા બે સંતાનો સાથે મળી આવી

રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની અંદર રહીને મજૂરીકામ કરતા યુવાનની પત્ની તેના બે સંતાનો સાથે ગુમ થઈ ગયેલ હતી જે પરિણીતા અને બે સંતાનો પોણા ચાર વર્ષે ઉજજૈનથી મળી આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના મેનાખેડી ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ વિટા સિરામિક ખાતે રહીને મજૂરીકામ કરતાં દયારામભાઈ મહેતાબજી માલવીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતુ કે ગત તા. ૨૬/૭/૨૦૧૮ ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેની પત્ની લાડકુવરબાઇ દયારામભાઈ માલવિયા મોરબી લગધીરપુર રોડ ઉપર આવેલ રિકોવા સિરામિક ખાતેથી બાજુના કારખાનામાં મજૂરી કામની તપાસ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળી હતી અને ત્યારે તેની દીકરી રીંકા (૧૦) અને દીકરો મોનુ (૮) ને સાથે લઈને ગઈ હતી ત્યારબાદ તેની પત્ની લાડકુવરબા અને બંને સંતાનો ગુમ થઈ ગયેલ હતી જેને શોધવા માટે કવાયત કરવામાં આવતી હતી દરમિયાન ઉજજૈન ખાતે રહેતા રામબાબુ બાબુસિંગ સાથે તે છેલ્લાં પોણાચાર વર્ષથી રહેતી હોય ત્યાંથી મળી આવી હતી અને પરિણીતા તેમજ બંને સંતાનો પણ ત્યાંથી મળી આવ્યા હોય હાલમાં તે આ અંગેની મોરબી તાલુકા પોલીસ ચોપડે નોંધ કરીને આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી રહી છે

યુવાન સારવારમાં

મોરબીના ઢુવા પાસે આવેલ સિરામિક યુનિટમાં માથાના ભાગે લોખંડનો પાઈપ પડતાં નવલકિશોર નરેન્દ્રશંકર કશ્યપ નામના ૨૯ વર્ષીય યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ જીપેન સિરામિક નજીક ફીનાઇલ પી જતા દેવાંગ જગદીશભાઈ ઝાલા નામના ૨૨ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News