હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પીજી પટેલ સોસાયટીમાં રહેતી પરણીતા ડેટોલ પી જતાં સારવારમાં ખસેડાઇ


SHARE











મોરબીની પીજી પટેલ સોસાયટીમાં રહેતી પરણીતા ડેટોલ પી જતાં સારવારમાં ખસેડાઇ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ પીજી પટેલ સોસાયટીમાં રહેતી પરણીતા કોઈ કારણોસર ડેટોલ લિક્વિડ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ પીજી પટેલ સોસાયટીની અંદર રહેતા દિવ્યેશભાઈ ચંદુભાઇ ઘુમલીયાના પત્ની ધારાબેન દિવ્યેશભાઈ (૩૩) ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તે ઘરની અંદર ડેટોલ લિક્વિડ પી ગયા હતા જેથી તેને તાત્કાલીક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી જાણવા મળતી વિગત મુજબ ધારાબેનનો લગ્ન ગાળો માત્ર ત્રણ મહિનાનો છે અને હાલમાં તે સારવાર હેઠળ છે આગળની તપાસ ચાલી રહી છે

મારામારીમાં ઇજા

તેમજ મોરબીના સરતાનપર રોડ ઉપર કમાન્ડર સિરામિક પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત સુરેશ વેલાભાઇ ભીંડોરમહેશ જાલમસિંગ ઠાકોર તેમજ કમલ કરમશી ભુરિયા નામના ત્રણ લોકોને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા






Latest News