મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પટેલ વૃદ્ધ પાસે ફલેટ લેવાના બહાને આવીને બે મહિલા સહિતના છ શખ્સોએ અપહરણ કરીને ૨૨ લાખ પડાવ્યા !


SHARE











મોરબીમાં પટેલ વૃદ્ધ પાસે ફલેટ લેવાના બહાને આવીને બે મહિલા સહિતના છ શખ્સોએ અપહરણ કરીને ૨૨ લાખ પડાવ્યા !

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વૃદ્ધ પાસે ફલેટ લેવાના બહાને બે મહિલો આપવી હતી અને બાદમાં અચાનક બે શ્ખ્સોએ ત્યાં આવ્યા હતા ત્યારે ફ્લેટ લેવામાટે આવેલ મહિલાએ વૃદ્ધનો કાંઠલો પકડી લીધો હતો જેના ફોટો પાડીને તેને વાયરલ કરવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી અને તેનું તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું બાદમાં વાંકાનેર બાજુ લઈ જઈને તેની પાસે એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને અંતે તેની પાસેથી ૨૨ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેની ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે બે મહિલા સહિત છ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમીયાચોકમાં કિંગ પેલેસના ફલેટ નં.૫૦૨ માં રહેતા રામજીભાઇ હરીભાઇ પરેચા જાતે પટેલ (ઉ-૬૮)એ હાલમાં દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી રહે. રામેશ્વર હાઇટસ, રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી, અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા રહે. ગોંડલ, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ રહે. વાવડીરોડ મોરબી , અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળ રહે. ચોટીલા, ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિતભાઇ નાગલા રહે. ગોંડલ અને ઉષાબેન પટેલ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૮/૧૨/૨૦૨૧ થી લઈને તા.૧૬/૦૩/૨૦૨૨ રામધન આશ્રમ સામે આવેલ રામેશ્વર હાઇટસ  

આ કામના આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી અને અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલાએ અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી આરોપી ગીતાબેન ઉર્ફે રીન્કુબેન અંકિતભાઇ અને ઉષાબેન પટેલ ફરીયાદીને ફલેટ વેચાણ રાખવા માટે ટોકનના પૈસા આપવા ગયા હતા અને ફરીયાદીને ટોકન પેટે ૫૦૦૦ આપી વાતચિત કરતા હતાં તે દરમ્યાન આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ અને અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળએ આવીને અહી શુ કરો છો તેમ કહી આરોપી ઉષાબેન પટેલે ફરીયાદીનો બળજબરીથી કાઠલો પકડી લીધો હતો અને લઇ આરોપી અનિલ ઉર્ફે દેવો વિનુભાઇ રાવળએ તેના મોબાઇલ ફોનમાં સ્ત્રી નજીકના ફરીયાદીના ફોટા પાડી લીધા હતા

ત્યાર બાદ ફરીયાદીને આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટએ કમર ઉપર હાથ રાખી આ તારી સગી નહી થાય તેમ કહી ખોપરી ફાડી નાખવાની ગર્ભીત ધમકી આપી ડરાવીને ગાડીની ચાવી, મોબાઇલફોન લઇ ફરીયાદીને ગાડીમાં બેસાડી અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા અને રસ્તામાં ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાનો ભય બતાવી ડરાવી એક કરોડની માંગ કરી હતી અને જો પૈસા નહી આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઇ જાનથી મારીવાની ધમકી આપતા ફરીયાદીએ આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રીને ફોન કરી બોલાવતા આરોપી દિલીપભાઇ કાંતિલાલ મિસ્ત્રી અને અંકિતભાઇ ઉર્ફે ગટુ દિનેશભાઇ નાગલા મારૂતી ઇકો ગાડી લઇને આવ્યા હતા અને પતાવટના ૨૨,૦૦,૦૦૦ ની વાતચિત કરી બળજબરીથી ફરીયાદી પાસેથી ૨૨,૦૦,૦૦૦ કઢાવી લીધા હતા અને આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઇ બારોટ તેના ફોનથી અવાર નવાર ફરીયાદીને સમાધાન માટે રાજકોટ બોલાવવા ફોન કરી ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ-૩૬૪એ, ૩૮૬, ૩૮૭, ૩૨૩, ૫૦૬(૨), ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News